halaraDun - Lokgeeto | RekhtaGujarati

હાલરડું

halaraDun

હાલરડું

ઝૂલો ઝૂલો જશોદાના લાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલોને નંદજીના બાળ, પોઢો પારણિયે!

તારૂં પારણિયું સોનલે મઢાવશું રે,

મોતી, માણેક ને હીરલે જડાવશું રે;

તને ખમા ખમા કઉં નંદલાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલો જશોદાના લાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલોને નંદજીના બાળ, પોઢો પારણિયે!

તારૂં પારણિયું રંગે રંગાવશું રે,

એને ઝાલર જરીની મેલાવશું રે;

તારાં હાલરડાં ગાઉં નંદલાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલો જશોદાના લાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલો હો નંદજીના બાળ, પોઢો પારણિયે!

તને રમવા રમકડાં આલશું રે,

નિત નવા નવા વાઘા પેરાવશું રે;

તારૂં મુખડું જોઈ હરખાઉં લાલ, પોઢો પારણિયે!

ઝૂલો ઝૂલો જશોદાના લાલ, પોઢો પારણિયે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968