aaDo - Lokgeeto | RekhtaGujarati

આડો

aaDo

આડો

કા’ના આડો લીજો રે કુંવર, ભોંયે શું આળોટો?

કાઠી ચોખાનો ભાત રંધાવીને, મેહુલિયો દોરાવું,

ઉપર બૂરા ખાંડ પિરસાવીને, રૂઠડો મનાવું,

કા’ના આડો લીજો રે.

લીલા ચણાનો ઓળો શેકીને, સૂપડલે સોવરાવું,

તેની કા’નાને ખોઈ ભરાવીને, રૂઠડો મનાવું,

કા’ના આડો લીજો રે!

(તાલ બદલીને)

જશોદાની આંગળી સાહી, હીંડે કા’નો મા કહી.

(તાલ બદલીને)

એક સમે દૂધ ઢોળ્યું,

ઘણું આડે ચડ્યો,

તેને લૈને દામણે બાંધ્યો,

ઘણો ભોંઠો પડ્યો.

(તાલ બદલીને)

હાલરુ હાલાંને હાલરુ ભોળા રે,

હાલરુ નંદજીના ગોવાળિયા,

હાલરુ હાલેને ઘેર આવો ગોવિંદ,

પારણિયામાં પોઢોને મુકુંદ!

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959