જનરખે મંડપ રચાવીઓ
janarkhe manDap rachawio
જનરખે મંડપ રચાવીઓ, મળિયા ભૂપતિ ભારે રે!
સીતાએ છાંયા મોરીયા, સુંદડી ઓઢી છે બહુ સારી રે!
કેસરભરી કાવટી ચોખા ચોડ્યા લેલાટ,
રૂપ દેખી રાવણ બોલીયો, બવળા જૂજ અમારા.
કર રે જોડીને સીતા કરગરે, લજ્જા રાખો અમારી.
ધનુષ મેક્યુ જનરખે ચોકમાં, કોઈ જોધ્ધો બળવાન.
રૂપ દેખી રાવણ ઉઠીયો, બવળા જૂજ અમારા.
રાવણથી ધનુષ નો ફર્યું, દશરથનો દિકરો રામચંદ્ર,
ટચલી આંગળિયે ધનુષ્ય ઉડાડીયા, ઉડાડ્યું છેં અંકાશ!
પતાળે પડછંદા યોગીયા, નવકુળ નવસો નાગણીઓ જાગી!
ઊઠોને નાગ ઉતાવળા ધરતી ધૂજવાને લાગી.
કોઈ કહે લંકાગઢ ઉમટ્યું, કોઈ કહે ઉમટ્યું હલાર
નથી લંકાગઢ ઉમટ્યું, નથી ઉમટ્યું હલાર.
દશરથના દિકરા રામચંદ્ર, પરણ્યા જનક કુંવરી.
janarkhe manDap rachawio, maliya bhupati bhare re!
sitaye chhanya moriya, sundDi oDhi chhe bahu sari re!
kesarabhri kawti chokha choDya lelat,
roop dekhi rawan boliyo, bawla jooj amara
kar re joDine sita karagre, lajja rakho amari
dhanush mekyu janarkhe chokman, koi jodhdho balwan
roop dekhi rawan uthiyo, bawla jooj amara
rawanthi dhanush no pharyun, dasharathno dikro ramchandr,
tachli angaliye dhanushya uDaDiya, uDaDyun chhen ankash!
patale paDchhanda yogiya, nawkul nawso nagnio jagi!
uthone nag utawla dharti dhujwane lagi
koi kahe lankagaDh umatyun, koi kahe umatyun halar
nathi lankagaDh umatyun, nathi umatyun halar
dasharathna dikra ramchandr, paranya janak kunwri

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 21)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ ડી. જાદવ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963