jalwadlinan pani - Lokgeeto | RekhtaGujarati

જલવાદળીનાં પાણી

jalwadlinan pani

જલવાદળીનાં પાણી

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

ત્યાં તો સો સો બેડાંની હાકલ પડે,

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલ હું રે ભરૂં ને મારી સૈયરું ભરે,

ત્યાં તો મોતીવાળો મોરલો આડો ફરે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

ત્યાં તો સો સો બેડાંની હાકલ પડે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલ હું રે ભરૂં ને મારી જેઠાણી ભરે,

ત્યાં તો શોક્યનો સાયબો આડો ફરે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

ત્યાં તો સો સો બેડાંની હાકલ પડે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલ હું રે ભરૂં ને મારી દેરાણી ભરે,

ત્યાં તો શોક્યનો સાયબો આડો ફરે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

ત્યાં તો સો સો બેડાંની હાકલ પડે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

જલ હું રે ભરૂં ને મારી નણદી ભરે,

ત્યાં તો મોતીવાળો મોરલો આડો ફરે;

જલવાદળીનાં પાણીલાં કોણ રે ભરે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968