gaDhro leliye lidho - Lokgeeto | RekhtaGujarati

ગઢરો લેલિએ લીધો

gaDhro leliye lidho

ગઢરો લેલિએ લીધો

ઓલ્યે મલકઠી લેલીરો આવિયો,

આવીને એજંહ કીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

પાલી પવાલાં વહાંરે ચરાવિયાં,

છાબરીનો ચંલંર કીઢો;

રાંરાંનો ગઢ લેલીરે લીઢો.

કોરી ને દોકરા વહાંરે ચરાવિયાં,

બાદલા રૂપિયા લાયો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

હોનાં રૂપાં તો વહાંરે ચરાવિયાં,

કઠોરનાં વહાંર ભરી લાયો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

મહરૂ ને ખીનખાપ વહાંરે ચરાવિયાં,

પાટરી પાજ ભરી લાયો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

ડુઢ ને ડહીરાં વહાંરે ચરાવિયાં,

ડારૂ ના પીપ ભરી લાયો,

રાંરાંનો ગઢરો લેલીએ લીઢો.

હેરડી ને હાકર વહાંર ચરાવિયાં,

ખાટેરા ખાર ભરી લાયો;

રાંરાંનો ગઢરો લેલીએ લીઢો.

વેલ, હીગરાસ, રઠ, વનમાં વોરાવિયાં;

લોઢાની ગાડી લઈ આયો,

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

ટાંબા પિટર ટો વહાંરે ચરાવિયાં.

કાંસાનાં ઠીબરાં લાયો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

ડાંણાં ડુણી તો વહાંરે ચરાવિયાં,

રહ કહ ડેહ પાર કીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢે.

ગઢરો લીઢો ને ગજબ કીઢો,

કુરનો ટો કાયડો કીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

ગામો ટી ગામે બંગલા બંઢાવિયા,

ઘેલુરો ગઢ પારી ડીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

રાંગું પરાવી ને સરકું બંઢાવિયું,

પારી ને પાડર કીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

મોભી ભાવુભા ગાડિયે આવહે,

સાબ લેહે મારગ સીઢો;

રાંરાંનો ગઢરો લેલીરે લીઢો.

રસપ્રદ તથ્યો

ખારવણોના મુખમાંથી મકાનોના ધાબા નાખતી વખતે હજી પણ ખારવી ભાષામાં ગીત ગવાતું સંભળાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 266)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968