iDhonine karniye mein gheli kidhi - Lokgeeto | RekhtaGujarati

ઈઢોણીને કારણીએ મેં ઘેલી કીધી

iDhonine karniye mein gheli kidhi

ઈઢોણીને કારણીએ મેં ઘેલી કીધી

ઈઢોણીને કારણીએ મેં ઘેલી કીધી ગુજરાત,

કે નણદલબાઈના વીરા લાવો મારી ઈઢોણી! ...ઈઢોણી.

ઈઢોણીને કારણીએ મેં મેલી દીધા માબાપ,

સુરત શહેરના લાવો મારી ઈઢોણી! ...ઈઢોણી.

ઈઢોણીને કારણીએ મેં મેલી દીધા કાકા કટંબ,

કે નણદલબાઈના વીરા લાવો મારી ઈઢોણી! ...ઈઢોણી.

ઈઢોણીને કારણીએ મેં મેલી દીધા મામા મોસાળ,

ચોખલીડા સાહબા લાવો મારી ઈઢોણી! ...ઈઢોણી.

ઈઢોણીને કારણીએ મેં મેલી દીધા ભાઈ ભોજાય,

કે નણદલબાઈના વીરા લાવો મારી ઈઢોણી,

કે સુરત શહેરના સાહબા લાવો મારી ઈઢોણી! ...ઈઢોણી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964