hun to shingoDa talaw - Lokgeeto | RekhtaGujarati

હું તો શીંગોડા તળાવ

hun to shingoDa talaw

હું તો શીંગોડા તળાવ

હું તો શીંગોડા તળાવ પાણી ગઈતી હતી.

મને ખાવાની મંછા થઈતી હતી.

અલ્યા એક શીંગોડુ ખાવા દે જે રે!

મારા હાથના બાજુ બંધ લે જે રે,

મારા હાથે છે લીલી પીળી વીંટી રે

પેલા બલ્લુને વાગી ખીટી રે,

અલ્યા એવું શું બોલ્યો અન્યા રે!

તને કોયે ની આપી કન્યા રે,

તને ધીરૂભાઈએ આપી કન્યા રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963