hun to popat bajare jaiti - Lokgeeto | RekhtaGujarati

હું તો પોપટ બજારે જઈતી

hun to popat bajare jaiti

હું તો પોપટ બજારે જઈતી

હું તો પોપટ બજારે જઈતી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

ત્યાં સામાં સોનીડાનાં હાટ, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો એરિંગ પહેરી ઘેર આવી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો પોપટ બજારે જઈતી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

ત્યાં સામાં મણિયારાનાં હાટ, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો ચૂડી પહેરીને ઘેર આવી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો પોપટ બજારે જઈતી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

ત્યાં સામાં વાણીડાનાં હાટ, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો સાડી મૂલવીને ઘેર આવી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો પોપટ બજારે જઈતી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

ત્યાં સામાં મોચીડાનાં હાટ, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

હું તો ચંપલ પહેરીને ઘેર આવી, હો મસડી, અમદાવાદી અત્તર લ્યો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 140)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જોરાવરસિંહ જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959