holi bay ba kay ley eni ringli - Lokgeeto | RekhtaGujarati

હોળી બાય બા કાય લેય એની રીંગલી

holi bay ba kay ley eni ringli

હોળી બાય બા કાય લેય એની રીંગલી

હોળી બાય બા કાય લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

જોડ જોડ ચીમટી ગુલાલ લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

જોડ જોડ બા નરાબે લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

જોડ જોડ લોલારા લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

જોડ જોડ લોલારીઓ લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

જોડ જોડ હિજડા લેય એની રીંગલી રીંગલી લોલીયાં રોય ટેકરા.

આમે બા નાય ફીઈજે, રીંગલી લોલીયાં રોય ટેકરા.

હોલી બાયબા ફીયાડે રીંગલી લોલીયાં રોય ટેકરા.

હોળી બાયે નાવાંસે એના રીંગલી લોલીયાં રોય ટેકરા.

આમે બા નાય માંગજે રીંગલી લોલીયાં રોય ટેકરા.

હોળી બાયબા માંગા હાડે રીંગલી લોલીયાં રોય ટેકરા.

આમે બા નાય નાચજે રીંગલી લોલીયાં રોય ટેકરા.

હોળી બાયબા ના ચાડે રીંગલી લોલીયાં રોય ટેકરા.

વરીહી દીહા ધારો રીંગલી લોલીયાં રોય ટેકરા.

વરીહી દીહી યેહે હોળી રીંગલી લોલીયાં રોય ટેકરા.

તુમ્હાલ ભી હાદે હોળી રીંગલી લોલીયાં રોય ટેકરા.

મરદા મરદી એની રીંગલી રીંગલી લોલીયાં રોય ટેકરા.

હોળી બાયબા કાય લેયે હે રીંગલી લોલીયાં રોય ટેકરા.

હાડલો વાટી બાલેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

રંગી છાંટણે લેય એની રીંગલી લોલીયાં રોય ટેકરા.

એની મોટીયેની હોળી રીંગલી લોલીયાં રોય ટેકરા.

રસપ્રદ તથ્યો

આવું હોળી ગીત શ્રી. પુષ્કર ચંદરવાકરે ‘નવા હલકામાં’ સંપાદિત કરેલું છે; એમાં લીટીઓ છે તે કંઈક ઓછી લાગે છે. આ ગીત સંપૂર્ણ છે, અને બે ભાગનું નહીં, પરંતુ સળંગ જ છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 201)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જ. રા. ચૌધરી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966