ho chiDi re, chiDina marge chaar jana - Lokgeeto | RekhtaGujarati

હો ચીડી રે, ચીડીના મારગે ચાર જણા

ho chiDi re, chiDina marge chaar jana

હો ચીડી રે, ચીડીના મારગે ચાર જણા

હો ચીડી રે, ચીડીના મારગે ચાર જણા.

હો ચીડી રે, વચલો મારો વીર પરું મારું માનેતું.

હો ચીડી રે, વીરના તે ખભે ચુંદડી,

હો ચીડી રે, ચોખલિયાળી ભાત; પરું મારું માનેતું.

હો ચીડી રે, એક તે ચોખો ચુંટિયો,

હો ચીડી રે, તેની તે રાંધી ખીર; પરું મારું માનેતું.

હો ચીડી રે, મોઢવું તે છાણાં બાળિયાં,

હે ચીડી રે, તોય ના ચડી મારી ખીર; પરું મારું માનેતું.

હો ચીડી રે, સોક્યનાં તે છાણાં ચોરિયાં,

હો ચીડી રે, હલકે ચડી મારી ખીર; પરું મારું માનેતું.

હો ચીડી રે, નાત તે બધી મેં નોતરી;

હો ચીડી રે, તોય ખૂટી ના મારી ખીર; પરું મારું માનેતું.

હો ચીડી રે, સોક્યનાં તે છૈયા નોંતર્યા,

હો ચીડી રે, ધમકે ખૂટી પડી ખીર; પરું મારું માનેતું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, જગદીશ ચાવડા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966