he pal mathe pempli, chhatrini geri saya re - Lokgeeto | RekhtaGujarati

હે પાળ માથે પેંપળી, છતરીની ગેરી સાયા રે

he pal mathe pempli, chhatrini geri saya re

હે પાળ માથે પેંપળી, છતરીની ગેરી સાયા રે

હે પાળ માથે પેંપળી, છતરીની ગેરી સાયા રે.

બેઠકરાં સરદારાં, દારૂ માથે લેજો રે મેઠી વાણી રે.

દારૂરી ભર પોડી બોતલ, નાની માથે તડગી રે.

ગામાં ગામારાં ખરાણીયાં તોડાવાં રે.

રૂપેરણ તલવારાં માથે ધાર ઘસાવો રે,

સોનેરી તલવારાં માથે હથાં પડીઆં રે.

ભાયાં રે મારી લાખ્યાં, લખી પરવાણે અરજીમેલો રે,

પરવાણે અરજી ખેમત માથે મેલો રે.

ખેમતવાળા નાથુસંગ અમારે બેરે આવો રે.

રોણું લખી પરવાણે અરજી આબુ માથે મેલી રે,

આબુવારા ભુરા સોઈજર બે આઈયા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 180)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966