he lagna ro narel kana sama newe paDio re - Lokgeeto | RekhtaGujarati

હે લગના રો નારેલ કાના સામા નેવે પડીઓ રે

he lagna ro narel kana sama newe paDio re

હે લગના રો નારેલ કાના સામા નેવે પડીઓ રે

હે લગના રો નારેલ કાના સામા નેવે પડીઓ રે,

હાથમાં નારેલ લઈ ને રાતે પાટ બેઠો રે.

એક થારો લગનીયો જમવાને આયો રે,

પરો ઉઠાતારે છુટા ગાળો ચૂરમાં રે, લુખો વાનોળો રે,

ગાયોરો ગોવાળ કાના ચોવટીઆમાં કું કરેં?

સાળી ઓરો ગવાળીયો ચોવટે કું કરેં?

કાનો બેઠો મહેલોમાં, સુર પણાં ચડીયો રે,

ગાયો લેહાણો ઢાલ રે, બાંહે દેજો તલવાર, મારી બરછો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 181)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાની.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966