hathon mein diwlari jo tyare - Lokgeeto | RekhtaGujarati

હાથોં મેં દીવલારી જો ત્યારે

hathon mein diwlari jo tyare

હાથોં મેં દીવલારી જો ત્યારે

હાથોં મેં દીવલારી જો ત્યારે, મેલો મેં કુણ વળિયો?

મરણો આદરિયો, પાછો જા પરો.

ખવે ખાપણ મેલને રે, હેતુડો વળિયો રે,

મરણો આદરિયો, પાછો જા પરો.

મોલે બેઠી મ્હારી સાસુડી દેખે, બોલેરે મરણો આદરિયો,

મરણો આદરિયો, પાછો જા પરો.

દેખે મારો દેવર-જેઠ, વેગે પાછો જા પરો,

મરણો આદરિયો, પાછો જા પરો.

સાત પોંચ સહેલિયાં મળકર, ગેરીડા વેરે નાચે રે,

મરણો આદરિયો, પાછો જા પરો.

ગોઠિયાવાળી સંગત મેં મું તો ઘણેરી નાચું રે,

મરણો આદરિયો, પાછો જા પરો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966