hathman nariyel re - Lokgeeto | RekhtaGujarati

હાથમાં નારિયેળ રે

hathman nariyel re

હાથમાં નારિયેળ રે

હાથમાં નારિયેળ રે રાયવર મોતીની માળા,

એ રે માળા રે રાયવર કોણ લઈ આવ્યા?

મુંબઈ નગરીમાં એમના મોટા ભાઈ સરદાર,

તે રે માળા રે રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર સોનાનું ઘડિયાળ,

એ રે ઘડિયાળ તે રાયવર કોણ લઈ આવ્યા?

હાંસોટ નગરીમાં એમના મામા રે સરદાર,

તે રે ઘડિયાળ રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર હીરાની વીંટી,

એ રે વીંટી તે રાયવર કોણ લઈ આવ્યા?

મુંબઈમાં એમના બાપા છે સરદાર,

તે રે વીંટી તો રાયવર તેઓ લઈ આવ્યા.

હાથમાં નારિયેળ રે રાયવર જરીનો સાંફો,

એ રે સાફો તે રાયવર કોણ લઈ આવ્યા?

અંકલેશ્વર નગરીમાં એમના કાકા છે સરદાર,

તે રે સાફો તે રાયવર તેઓ લઈ આવ્યા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 299)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957