hanre kumbharja nar mali re - Lokgeeto | RekhtaGujarati

હાંરે કુંભારજા નાર મળી રે

hanre kumbharja nar mali re

હાંરે કુંભારજા નાર મળી રે

હાંરે કુંભારજા નાર મળી રે ઘન ઘન!

ઘરમાં ઘંટી ઘરમાં લીંધો, પરઘેર ખાંડવા જાય,

ખાંડતા જોવું મારા ઘન કાગડા ખાય,

દળતાં દળતાં જોસો લાગ્યો, ધાન કુતરાં ખાય,

હાં રે કુંભારજી નાર મળી.

દેશ પરદેશના મેમના આવ્યાં સામી દોડી જાય,

હામે દોડીને દુઃખણા લીધા જાય પોતાનો જેઠ,

હાં રે કુંભારજા નાર મળી.

ભામણો આવ્યો ભીખવા ને ઘરમાં દોડી જાય,

ઘરમાં જઈને તાળીયું પાડે ભામણ ભાગ્યો જાય,

હાં રે કુંભારજા નાર મળી.

સાત કોરનો સાડલો લીધો ભતીયાળી ભાત,

ખાઈ પીયને ચળુંક્યાં સાડલે લૂછ્યા હાથ,

હાં રે કુંભારજા નાર મળી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964