panota putar parne poDhe - Lokgeeto | RekhtaGujarati

પનોતા પુતર પારણે પોઢે

panota putar parne poDhe

પનોતા પુતર પારણે પોઢે

પનોતા પુતર પારણે પોઢે,

તમને ગીત ગાઉં બહુ કોડે,

રામ રક્ષા કરે તારી,

તેથી રીઝે છાતી મારી.

ભાઈ રૂપ રંગમાં છો મીઠા,

તારા જેવા કોઈ નવ દીઠા!

રામ આરત પૂરે મારી,

પ્રભુ રક્ષા કરે તમારી !

હાલો, હાલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 158)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963