કાનુડો ગોવાળીઓને
kanuDo gowalione
કાનુડો ગોવાળીઓને નવ લક્ષ ગાય,
એક વાળે ત્યાં બીજી નાશી નાશી જાય. 1
ગાય ચારવાને માતા,
જાવું પેલે તીર !
બૂડવા બીહું રે,
આડાં આવે જમના નીર. 2
વાઘને સિંહ,
વન વાંદર વીંછી ઘણા !
ભો રે લાગે છે મા !
મને ભોરીંગ તણા ! 3
તેરે દેખીને મારી
ત્રાઠી છે રે ગાય.
એક વાળું, ત્યાં
બીજી નાશી નાશી જાય. 4
એકલો નહીં ચારવા
જાઉં મોરી માય
બળભદ્ર ભાઈને સંગાથે
મોકલોને માય— 5
આથમતી વેળાનાં
નદીએ આવે છે પૂર.
રાત અંધારી માત
મારે થાય છે અસૂર—6
હું રે નાનડીઓ માતા,
ન વળે રે ગાય.
એક વાળું ત્યાં
બીજી નાશી નાશી જાય— 7
તું રે નાનડી બાળા,
મોટાં તારા શૂર
હિરણકશ્યપ તેં
માર્યો મોટો ભૂપ—8
પાતાળ પેશીને
શેષ નાગ હણ્યો
ત્યારે બૂડવાનો ભો;
તેં શેં વન ગણ્યો !! 9
હાલ્ય...
kanuDo gowalione naw laksh gay,
ek wale tyan biji nashi nashi jay 1
gay charwane mata,
jawun pele teer !
buDwa bihun re,
aDan aawe jamna neer 2
waghne sinh,
wan wandar winchhi ghana !
bho re lage chhe ma !
mane bhoring tana ! 3
tere dekhine mari
trathi chhe re gay
ek walun, tyan
biji nashi nashi jay 4
eklo nahin charawa
jaun mori may
balbhadr bhaine sangathe
moklone may— 5
athamti welanan
nadiye aawe chhe poor
raat andhari mat
mare thay chhe asur—6
hun re nanDio mata,
na wale re gay
ek walun tyan
biji nashi nashi jay— 7
tun re nanDi bala,
motan tara shoor
hirankashyap ten
maryo moto bhoop—8
patal peshine
shesh nag hanyo
tyare buDwano bho;
ten shen wan ganyo !! 9
halya
kanuDo gowalione naw laksh gay,
ek wale tyan biji nashi nashi jay 1
gay charwane mata,
jawun pele teer !
buDwa bihun re,
aDan aawe jamna neer 2
waghne sinh,
wan wandar winchhi ghana !
bho re lage chhe ma !
mane bhoring tana ! 3
tere dekhine mari
trathi chhe re gay
ek walun, tyan
biji nashi nashi jay 4
eklo nahin charawa
jaun mori may
balbhadr bhaine sangathe
moklone may— 5
athamti welanan
nadiye aawe chhe poor
raat andhari mat
mare thay chhe asur—6
hun re nanDio mata,
na wale re gay
ek walun tyan
biji nashi nashi jay— 7
tun re nanDi bala,
motan tara shoor
hirankashyap ten
maryo moto bhoop—8
patal peshine
shesh nag hanyo
tyare buDwano bho;
ten shen wan ganyo !! 9
halya



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 162)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, મનોરમાબહેન ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1963