jhulone jhulawun weer - Lokgeeto | RekhtaGujarati

ઝૂલોને ઝૂલાવું વીર

jhulone jhulawun weer

ઝૂલોને ઝૂલાવું વીર

ઝૂલોને ઝૂલાવું વીર, પારણે રે લોલ,

પારણિયું મોસાળનું વિમાન જો;

ઝૂલોને ઝૂલાવું વીર, પારણે રે લોલ.

પોપટ બે શોભતા પારણે રે લોલ,

પારણાના રખેવાળ જો;

ઝૂલોને ઝૂલાવું વીર, પારણે રે લોલ.

મોરવાયે ચાંદો ને સૂરજ શોભતા રે લોલ,

એના પાયા છે ચારે દિશ જો;

ઝૂલોને ઝૂલાવું વીર પારણે રે લોલ.

ખોયે ઝૂલે વીર પારણે રે લોલ,

જેમ અંકાશે ઝૂલે ચંદ્ર જો;

ઝૂલોને ઝૂલાવું વીર, પારણે રે લોલ.

હીરની દોરીએ માતા ઝૂલવે રે લોલ,

માડી હેતે ગાય હાલ્ય વાલ્ય જો;

ઝૂલોને ઝૂલાવું વીર પારણે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 218)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, કસ્તુરી નાનુભાઈ જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968