halaraDun - Lokgeeto | RekhtaGujarati

હાલરડું

halaraDun

હાલરડું

સૂઈ જા રે સૂઈજા, મારા બાલુડા વીર, સૂઈ જા!

તારા માથે માધવરાયની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

તારા પગે પરમેશ્વરની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

સૂઈ જા રે સૂઈ જા, બાલુડા વીર, સૂઈ જા!

તારે હાથે હરિવરની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

તારે મોઢે મોહનરાયની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

સૂઈ જા રે સૂઈ જા મારા બાલુડા વીર, સૂઈ જા!

તારે પેટે પુરૂષોત્તમરાયની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

તારી આંખે અરૂણદેવની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

સૂઈ જા રે સૂઈ જા, મારા બાલુડા વીર, સૂઈ જા!

તારા કાનને શ્રી કૃષ્ણની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

તારે નાકે નારાયણની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

સૂઈ જા રે સૂઈ જા, મારા બાલુડા વીર સૂઈ જા!

તારે ગોઠણિયે ગણપતિજીની રક્ષા, બાલુડા વીર, સૂઈ જા!

સૂઈ જા રે સૂઈ જા, બાલુડા વીર, સૂઈ જા!

રસપ્રદ તથ્યો

નવરાત્રમાં નાની બાળાઓ ગાય છે એવું આ ગીત શારદાબેન ડોડીયા પાસેથી મળ્યું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968