geDidDo - Lokgeeto | RekhtaGujarati

ગેડીદડો

geDidDo

ગેડીદડો

તેવતેવડાની ટોળી મળી,

દડૂલાની રમત ચગી,

દડૂલો દોટાવ્યો હરિ,

જઈ પડ્યો જળ જમુના તીર.

દડો લેવાને હરિ જળમાં ગયા,

કાંઠે ગોવાળિયા ઊભા રહ્યા.

જઈ ગોવાળિયે વાત કહી,

માતાની શુદ્ધ ઊડી ગઈ.

મૉર્યં માત ને પાછળ તાત,

સઘળો રે ગોકુળનો સાથ

એમ કરંતાં સાંભળ્યું શ્રી નંદ,

ઊઠી શકે ધ્રૂજે તન્ન.

મારગ દેખી માતા રુએ,

જળ દેખી જશોદા રુએ.

જો જશોદા જળમાં પડે,

(તો) મા પ્હેલાં છોરુ કેમ મરે?

પોયણ પાન આડું ધરી,

જળમાં ઊભા જુએ હરિ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959