ek same jal aasan wali - Lokgeeto | RekhtaGujarati

એક સમે જળ આસન વાળી

ek same jal aasan wali

એક સમે જળ આસન વાળી

એક સમે જળ આસન વાળી, રમોને શ્રી ગોવિંદ,

કુંભ ભરી અવલોકી જોયું, જળમાં ઊગ્યો ચંદ્ર.

આડો લીધો ને ગોકુળ ધ્રમધ્રમિયું, કેણે રહ્યું નવ જાય,

‘શેષ પાતાળના વૈકુંઠપતિને, મા ! મુજને દેખાડ!’

‘જે જોઈએ તે લોને રમકડાં, મુજને શીદ સંતાપો ?

મોહનજી! તમે મંદિર પધારો, નટવર! કરો આડો.

છલા, વીંછુવા, શંખ-ફેરકણાં, ઊભાઊભ મંગાવું,

રેશમની દોરી લઈ સારી, ફૂમતાં સોતી ગૂંથાવું.’

‘આ શાં રૂડાં રમકડાં, માતાજી મુજને આલો

સારા તારા ગૂંથી, મા મારા ગૂંજલિયામાં ઘાલો.’

‘પીળાં પીતાંબર જરકસી જામા, કેસરિયા સુરવાળ,

ખારેકડીનો ખોળો ભરાવું, રોતા રહ્યો તમે બાળ!’

રસપ્રદ તથ્યો

હાલરડામાં પ્રત્યેક કડીને છેડે ‘ઓળોળોળો હાલ્ય...હાલાં’ બોલવાનું હોય છે. (છાપતી વખતે એ રાખ્યું નથી.)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, ગજાનન વિ. જોશી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959