bhaine goriDan re game - Lokgeeto | RekhtaGujarati

ભાઈને ગોરીડાં રે ગામે

bhaine goriDan re game

ભાઈને ગોરીડાં રે ગામે

ભાઈને ગોરીડાં રે ગામે,

ભાઈને રમવા તેડી રે જાજો.

ગોરી ગાયનાં દૂધ,

ભાઈ પીશે ઉગતે સૂર.

ભાઈ માડીનો છે કાલો,

ભાઈ મામાને છે વહાલો

ભાઈ પોઢે સેજડી.

વાયુ ઢોળે બેન ને ભાણેજડી.

હાલો, હાલો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, રેવાબહેન તડવી, શંકરભાઈ સોમાભાઇ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963