આઠમની અધરાતડી
athamni adhratDi
આઠમની અધરાતડી, ને જનમ્યા કુંવર કા’ન,
સોના છરીએ નાળ મોળાવું, ને દૂધડિયે નવરાવું;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
સાવ સોનાનું પારણું, કા’ના, હીરની છે દોર,
ચકરડી ભમરડી કા’ના, પોપટડી ને મોર;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
સાવ સોનાનું પારણું, ને રતન જડી છે કોર,
માતા જસોદા હિંચોળે, તે ડગૂલે આવે જોર;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
કો’તો આપું ટાચકા, ને ઘૂઘરડાની જોડ,
જળનું જાંબુ ક્યાંથી આલું, ઘેલા શ્રીરણછોડ;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
અતલસનાં ઓસિકડાં, ને મોહન, મશરૂની તળાઈ,
ગાલે તે ગાલમસુરિયાં, કા’ના, પોઢો ગાઉં વધાઈ;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
ઘેર વાંદરડાં આવશે, તો બીશો મારા શ્યામ,
આછી પટોળી ઓઢવા આપું, જગના જીવન પ્રાણ;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
તાંબાકુંડી જળે ભરીને ચાંદલિયો દેખાડ્યો,
એમ કરીને માએ રોતો રાખ્યો, કાનુડો ભગવાન;
તમે આડો મેલો કા’ન,
પોઢો પારણે ભગવાન.
athamni adhratDi, ne janamya kunwar ka’na,
sona chhariye nal molawun, ne dudhaDiye nawrawun;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
saw sonanun paranun, ka’na, hirni chhe dor,
chakarDi bhamarDi ka’na, popatDi ne mor;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
saw sonanun paranun, ne ratan jaDi chhe kor,
mata jasoda hinchole, te Dagule aawe jor;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
ko’to apun tachka, ne ghugharDani joD,
jalanun jambu kyanthi alun, ghela shriranchhoD;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
atalasnan osikDan, ne mohan, mashruni talai,
gale te galamasuriyan, ka’na, poDho gaun wadhai;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
gher wandarDan awshe, to bisho mara shyam,
achhi patoli oDhwa apun, jagna jiwan pran;
tame aaDo melo ka’na,
poDho parne bhagwan
tambakunDi jale bharine chandaliyo dekhaDyo,
em karine maye roto rakhyo, kanuDo bhagwan;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 243)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968