un to boddiye bor khawa jaili re - Lokgeeto | RekhtaGujarati

ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે

un to boddiye bor khawa jaili re

ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે

ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે,

તાંથી ધરમ દઈને પડેલી રે.

મારી હાહુએ લીધી લાઠી રે,

ઉં તો ઉભી બજારે નાઠી રે.

મારો મૂઓ જલમનો માંદો રે,

મારો કાઢી લાઈખો ચોટલાનો કાંદો રે.

મેં તો પૈહાના લીધા કાંદા રે,

મેં તો પૈહાનું લીધું મીઠું રે.

મંઈ તેલ લાખીને વઘાર્યા રે,

ઉં તો બોદ્દીએ બોર ખાવા જઈલી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966