nani sarkhi maDhulDi - Lokgeeto | RekhtaGujarati

નાની સરખી મઢુલડી

nani sarkhi maDhulDi

નાની સરખી મઢુલડી

નાની સરખી મઢુલડી તો સોને રે જડેલી રે;

રે મઢુલીમાં કોણશ ભાઈનો વાસો રે?

રે મઢુલીમાં રામાભાઈનો પાસો રે.

રામાભાઈની પાથડીયે સોનાના બે તાડ રે.

નાની વહુની કાંચરીએ જલ્લેબીનાં કછ રે.

નાચો રે ભાઈ ગેરીઆ હોલકો બોલ્યો રે.

દારૂના પીધેલા ગેરીઆ કાંઈ ના નાચે રે;

તાડીના પીધેલા ગેરીઆ થૈ થૈ થૈ નાચે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 197)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966