mewlani maDiye em kari - Lokgeeto | RekhtaGujarati

મેવલાની માડીએ એમ કરી

mewlani maDiye em kari

મેવલાની માડીએ એમ કરી

મેવલાની માડીએ એમ કરી પૂઈછાં, કે’વ મારા મેઘનો ભાળ રે વિજળી!

ઉત્તર ગાયજો, દખ્ખણ વરસ્યો, વરસ્યો ચારે ખંડ રે વિજળી!

દરિયામાં ગાયજો, ગામડે વરસ્યો, વરસ્યો ચારે ખંડ રે વિજળી!

નાગલી ને કોદરો ઝીણો દાણો, વાડીએ પાઈકાં ભાત રે વિજળી!

નાગલીનો રોટલો સીંકલે સુકાણો, વોવ વિના કોણ ખાય રે વિજળી!

મેઘની માડીએ એમ કરી પૂઈછાં, કે’વ મારા મેઘનો ભાળ રે વિજળી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966