aajno diwas re wa re - Lokgeeto | RekhtaGujarati

આજનો દિવસ રે વ રે

aajno diwas re wa re

આજનો દિવસ રે વ રે

આજનો દિવસ રે રે ઢીંગલીબાઈ;

તમને સાંકરા ઘડાવશું, તમને કપડાં શીવડાવશું.

બર્યો (બળ્યાં) તારાં સાંકરાં, મારે તો જાવું છે દરિયાપાર.

(ને આવાં ગીતો ગાતા નદી કાંઠે બધી છોકરીઓ જાય ને ત્યાં ગરબા ગાય છે.)

વાડીએ રોપાયવો મોગરો રે, નીચે તે રોપાવી નાગરવેલ રે,

માફલે જયડા હીરલા રે.

ગંગાબેનને વાલો મોગરો રે, છોડને નાગરવેલ રે,

માફલે જયડા હીરલા રે.

(નદીના નીરમાં ઢીંગલીને વિદાય આપે ત્યારે વળામણાનું ગીત ગાય.)

નદી તારી માસી રે ઢીંગલી, દરીઓ તારો દાદો રે ઢીંગલી,

દરીઆ કાંઠે જાજે રે ઢીંગલી, દરીઓને દાદો કે’જે રે ઢીંગલી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 192)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966