haal wahal ne heli - Lokgeeto | RekhtaGujarati

હાલ વહાલ ને હેલી

haal wahal ne heli

હાલ વહાલ ને હેલી

હાલ વહાલ ને હેલી,

ભાઈને ઘોડિયે હીરની દોરી. હા....લા....

હાલ વહાલ ને અણકી,

ભાઈની વાડે તૂરિયાં ગલકી. હા....લા....

હાલ વહાલ તો એવા,

ભાઈના મોટે ઘેર કરું વેવા. હા....લા....

હાલ વહાલ હું કરું,

ભાઈને કેડે લઈને ફરું. હા....લા....

સૂવો તો સુવાડું,

ભાઈને દૂધ પીવા જગાડું. હા....લા....

હાલ વહાલ ને ઓપી,

ભાઈના મામા લાવે ઝભલાં ટોપી. હા....લા....

મોસાળમાં મામી ધુતારી,

ભાઈનાં ઝભલાં ટોપી લેશે ઉતારી. હા....લા....

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 303)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, દા. ગો. બોરસે, સુમન મૂળશંકર મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957