ગુલાબડાળ
gulabDal
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે,
મને ઘડીક રમવા મેલો મા’રાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મારા પગ પરમાણે કડલાં,
મારા કડલે રતન જડાવો મારાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મને ઘડીક રમવા મેલો મારાજ; ઊભી...
મારા પગ પરમાણે ઝાંઝરિયાં,
ઝાંઝરિયે રતન જડાવો મા’રાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મને ઘડીક રમવા મેલો મા’રાજ ઊભી...
મારા પગ પરમાણે કાંબિયું,
કાંબિયુંને રતન જડાવો મા’રાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મને ઘડીક રમવા મેલો મા’રાજ; ઊભી...
મારી ડોક પરમાણે હાંસડી,
હાંસડીએ રતન જડાવો મા’રાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મને ઘડીક રમવા મેલો મા’રાજ; ઊભી...
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
મને સૈયરુંમાં રમવા મે’લો મા’રાજ;
ઊભી ઊભી ગુલાબ ડાળ લટકે છે.
પગ પરમાણે મારે કડલાં રે જોયેં,
કાંબિયુની બબ્બે જોડ મા’રાજ; ઊભી...
ડોક પરમાણે મારે હાંસડી રે જોયે,
દાણિયાની બબ્બે જોડ મા’રાજ; ઊભી...
ubhi ubhi gulab Dal latke chhe,
mane ghaDik ramwa melo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mara pag parmane kaDlan,
mara kaDle ratan jaDawo maraj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo maraj; ubhi
mara pag parmane jhanjhariyan,
jhanjhariye ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj ubhi
mara pag parmane kambiyun,
kambiyunne ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj; ubhi
mari Dok parmane hansDi,
hansDiye ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj; ubhi
ubhi ubhi gulab Dal latke chhe
mane saiyrunman ramwa mae’lo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
pag parmane mare kaDlan re joyen,
kambiyuni babbe joD ma’raj; ubhi
Dok parmane mare hansDi re joye,
daniyani babbe joD ma’raj; ubhi
ubhi ubhi gulab Dal latke chhe,
mane ghaDik ramwa melo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mara pag parmane kaDlan,
mara kaDle ratan jaDawo maraj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo maraj; ubhi
mara pag parmane jhanjhariyan,
jhanjhariye ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj ubhi
mara pag parmane kambiyun,
kambiyunne ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj; ubhi
mari Dok parmane hansDi,
hansDiye ratan jaDawo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
mane ghaDik ramwa melo ma’raj; ubhi
ubhi ubhi gulab Dal latke chhe
mane saiyrunman ramwa mae’lo ma’raj;
ubhi ubhi gulab Dal latke chhe
pag parmane mare kaDlan re joyen,
kambiyuni babbe joD ma’raj; ubhi
Dok parmane mare hansDi re joye,
daniyani babbe joD ma’raj; ubhi



ઢોલક સાથે કુંડાળે પડી ગરબે ઘૂમતાં ગવાતું આ ગીત ધોળકાની બેનોના કંઠે સાંભળેલું છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 109)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968