gujarDi re gujarDi, - Lokgeeto | RekhtaGujarati

ગુજરડી રે ગુજરડી,

gujarDi re gujarDi,

ગુજરડી રે ગુજરડી,

ગુજરડી રે ગુજરડી,

હું તો નિરમળ નીરમાં ના’તી, નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી, તારો સસરો આવ્યા,

હું તો સસરા ભેગી નહીં જાઉં; નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી રે ગુજરડી,

હું તો નિરમળ નીરમાં ના’તી; નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી તારો જેઠ આવ્યા,

હું તો જેઠ ભેગી નહીં જાઉં; નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી તારો દેર આવ્યા,

હું તો દેર ભેગી નહીં જાઉં; નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી, તારો પરણ્યો આવ્યા,

હું તો પરણ્યા ભેગી ઝટ જાઉં; નગરની રે’વાશી રે ગુજરડી!

ગુજરડી રે ગુજરડી,

હું તો નિરમળ નીરમાં ના’તી, નગરની રે’વાશી રે ગુજરડી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 222)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966