રંગમાં રોળ્યાં
rangman rolyan
વાટકીમાં કેશર ધોર્યા, વા’લમજી,
રંગનોં લીલો છોડ; રંગમાં રોળ્યાં વા’લમજી!
ઘરમાં છે સસરોજી ભૂંડા, સાસુજીનું હાલે; વા’લમજી;
મારૂં ધાર્યું નવ થાય, રંગમાં રોળ્યાં વા’લમજી!
વાટકીમાં કેશર ધોર્યા, વા’લમજી,
રંગનો લીલો છોડ; રંગમાં રોળ્યાં વા’લમજી!
ઘરમાં છે જેઠજી ભૂંડા, જેઠાણીનું હાલે, વા’લમજી;
મારૂં ધાર્યું નવ થાય, રંગમાં રોળ્યાં વા’લમજી!
વાટકીમાં કેશર ધોર્યા, વાલમજી,
રંગનો લીલો છોડ; રંગમાં રોળ્યાં વા’લમજી!
ઘરમાં છે દિયરજી ભૂંડા, દેરાણીનું હાલે, વા’લમજી,
મારૂં ધાર્યું નવ થાય; રંગમાં રોળ્યાં વા’લમજી!
watkiman keshar dhorya, wa’lamji,
rangnon lilo chhoD; rangman rolyan wa’lamji!
gharman chhe sasroji bhunDa, sasujinun hale; wa’lamji;
marun dharyun naw thay, rangman rolyan wa’lamji!
watkiman keshar dhorya, wa’lamji,
rangno lilo chhoD; rangman rolyan wa’lamji!
gharman chhe jethji bhunDa, jethaninun hale, wa’lamji;
marun dharyun naw thay, rangman rolyan wa’lamji!
watkiman keshar dhorya, walamji,
rangno lilo chhoD; rangman rolyan wa’lamji!
gharman chhe diyarji bhunDa, deraninun hale, wa’lamji,
marun dharyun naw thay; rangman rolyan wa’lamji!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968