rakhwal - Lokgeeto | RekhtaGujarati

રખવાળ

rakhwal

રખવાળ

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

મારગ મળીઆ માવજી રે, હસીને તાણ્યાં ચીર, મારા વા’લા!

છેલ બોલાવ્યો બોલે નહિ રે, છેલના હૈડે કૂડ, મારા વા’લા!

અંબોડે ખોસ્યા બે ફૂલ રે, હાથે કરે ઈશારા, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

એક અસ્ત્રીને મારીએ રે, ઉંબરની રખવાળ, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

એક પોપટને મારીએ રે, પીંજરનો રખવાળ, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

એક કોયલડી મારીએ રે, આંબાની રખવાળ, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાનવ શે’ર, મારા વા’લા!

એક મોરલીઓ મારીએ રે, ડુંગરનો રખવાળ, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

એક હરણાંને મારે રે, ખેતરનાં રખવાળ, મારા વા’લા!

ધન ગોકુળ, ધન ગામડું રે, ધન વનરાવન શે’ર, મારા વા’લા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968