kasam wajan - Lokgeeto | RekhtaGujarati

કાસમ વાજાં

kasam wajan

કાસમ વાજાં

જી રે, દુવારકામાં કાસમ વાજાં વાગિયાં રે,

જી રે, રેવાચીમાં ઢમચ્યા ઢોલ રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, ગાંધીડાના બેટા, તજને વેનવું રે,

જી રે, પીઠિયું વસાવી વે’લો આય રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, દુવારકામાં કાસમ વાજાં વાગિયાં રે,

જી રે, રેવાચીમાં ઢમચ્યા ઢોલ રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, સોનીડાના બેટા તજને વેનવું રે,

જી રે, હાંસડી વસાવી વે’લો આય રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, દુવારકામાં કાસમ વાજાં વાગિયાં રે,

જી રે, રેવાચીમાં ઢમચ્યાં ઢોલ રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, ડોશીડાના બેટા તજને વેનવું રે,

જી રે, મોળિયાં વસાવી વે’લો આય રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

જી રે, દુવારકામાં કાસમ વાજાં વાગિયાં રે,

જી રે, રેવાચીમાં ઢમચ્યા ઢોલ રે,

જાદવરાય પૈણે રૂસમણિ રે.

રસપ્રદ તથ્યો

આ ગીત ધોળકાના દેવીબહેન ચાવડાને કંઠે સાંભળેલું છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 182)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968