તમારા કારણે
tamara karne
પિત્તળ લોટા જળે ભર્યાં, મારા સસરાજી સામા મળિયા જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો;
ઉતારા ઓરડા મેલી કરીને, કા’ન, તમારા કારણ આવી જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો.
પિત્તળ લોટા જયે ભર્યા, મારા જેઠજી સામા મળિયા જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો;
દાતણ દાડમી મેલી કરીને, કા’ન, તમારે કારણ આવી જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો.
પિત્તળ લોટા જળે ભર્યા ને, મારાં દેરજી સામા મળિયા જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો;
નાવણ કૂંડિયાં મેલી કરીને, કા’ન, તમારે કારણ આવી જો,
નંદકુંવરે અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો.
પિત્તળ લોટા જળે ભર્યા, માર પરણ્યોજી સામા મળિયા જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો;
ભોજન લાપસી મેલી કરીને, કા’ન, તમારે કારણ આવી જો,
નંદકુંવર અલબેલા હું, તારાં મુખડાં જોવા આવી જો.
pittal lota jale bharyan, mara sasraji sama maliya jo,
nandkunwar albela hun, taran mukhDan jowa aawi jo;
utara orDa meli karine, ka’na, tamara karan aawi jo,
nandkunwar albela hun, taran mukhDan jowa aawi jo
pittal lota jaye bharya, mara jethji sama maliya jo,

datan daDmi meli karine, ka’na, tamare karan aawi jo,

pittal lota jale bharya ne, maran derji sama maliya jo,

nawan kunDiyan meli karine, ka’na, tamare karan aawi jo,
nandkunwre albela hun, taran mukhDan jowa aawi jo
pittal lota jale bharya, mar paranyoji sama maliya jo,

bhojan lapasi meli karine, ka’na, tamare karan aawi jo,

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 77)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968