sankare samjawun - Lokgeeto | RekhtaGujarati

સનકારે સમજાવું

sankare samjawun

સનકારે સમજાવું

બેડે મારે ભાર ઘણો હો રાજ!

વાતો કેમ કરીએ, મહારાજ!

લટકે હાલું ને કા’ના, ચટકે ચાલું ને

તને સનકારે સમજાવું;

અધ-ઘડી કા’ના, ઉભા રહો તો,

મારૂં બેડું નામી ફરી આવું;

બેડે મારો ભાર ઘણો હો રાજ!

સાવ સોનાનો મારો ઘાટ ઘડુલો, ને

હાથમાં સુવરણ ઝારી;

રાધાજી પાણીડાં સંચર્યાં, તો

સોળ વરસનાં નારી;

બેડે મારે ભાર ઘણો હો રાજ!

શેરી ઘણી પણ સાંકડી, ને

હવે નગર ઘણેરૂં દૂર;

નાવલિયો મારો ઘણો નાનેરો, ને

મારૂં જોબન જાય ભરપૂર;

બેડે મારે ભાર ઘણો હો રાજ!

એક ઠેકાણું તને એવું બતાવું, ને

ત્યાં જઈ ઊભલા રે’જો;

સુખદુખની ત્યાં વાતું કરીશું, ને

એમાં ઘણેરો રસ લેજો;

બેડે મારે ભાર ઘણો હો રાજ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 123)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968