પાણી ગ્યાં’તાં અમે વીજલમાંય
pani gyan’tan ame wijalmanya
આ પાણી ગ્યાં’તા અમે વીજલ માંય રે,
રાશ ન પૂગે, મારો ઘડૂલો ન ડૂબે;
કૂવાને કાંઠે વહાણાં વાયાં રે : પાણી ગ્યાં’તાં.
હરતા ને ફરતા ચાર સાધુડા રે આયા,
બાઈ, અમને જળ પાણી પાવ રે; આ પાણી ગ્યાં’તાં.
ચીર ફાડીને મેં તો ઘડૂલો બુડાડ્યો,
સાધુડાંને જળ પાણી પાયાં રે; આ પાણી ગ્યાં’તાં.
બેડું ભરીને વહુવર ઘેર રે આવ્યાં,
સાસુજી પૂછવા લાગ્યાં રે; આ પાણી ગ્યાં’તાં.
રાશ ન પૂગે, મારો ઘડૂલો ન ડૂબે,
કૂવાને કાંઠે વહાણાં વાયાં રે; આ પાણી ગ્યાં’તાં.
ઘંટી તાણો તો વહુ ઘરમાં રે પેસો,
ઝાંપે ઝુંપડી બનાવો રે, આ પાણી ગ્યાં’તાં.
ઘંટી તાણું ના તારા, ઘરમાં ન પેસું,
ઝાંપે ઝૂંપડી બનાવું રે; આ પાણી ગ્યાં’તાં.
હાથમાં છે પોટલું ને બગલમાં છોકરૂં,
લીધી મહિયરિયાની વાટ રે; આ પાણી ગ્યાં’તાં.
પહેલા મનામણે સસરોજી આયા,
વળો વહુવારૂ ઘેર રે; આ પાણી ગ્યાં’તાં.
તમારી તે વાળી સસરા, નહીં વળું રે,
સાસુજીના કડવેલા બોલ રે; આ પાણી ગ્યાં’યાં.
બીજા મનામણે જેઠજી આયા,
વળો વહુવારૂ ઘેર રે; આ પાણી ગ્યાં’તાં.
તમારી તે વાળી જેઠજી, નહીં વળું રે,
માતાના કડવેલા બોલ રે; આ પાણી ગ્યાં’તાં.
છેલ્લે મનામણે પરણ્યોજી આયા,
વળો ગોરાંદે ઘેર રે, આ પાણી ગ્યાં’તાં.
પરણ્યાના હાથમાં બેવડ રાશ્ય રે,
ના ચાબખા લગાવ્યા બે ચાર રે;
ચાબખે પાછા વળ્યાં રે આ પાણી ગ્યાં’તાં.
aa pani gyan’ta ame wijal manya re,
rash na puge, maro ghaDulo na Dube;
kuwane kanthe wahanan wayan re ha pani gyan’tan
harta ne pharta chaar sadhuDa re aaya,
bai, amne jal pani paw re; aa pani gyan’tan
cheer phaDine mein to ghaDulo buDaDyo,
sadhuDanne jal pani payan re; aa pani gyan’tan
beDun bharine wahuwar gher re awyan,
sasuji puchhwa lagyan re; aa pani gyan’tan
rash na puge, maro ghaDulo na Dube,
kuwane kanthe wahanan wayan re; aa pani gyan’tan
ghanti tano to wahu gharman re peso,
jhampe jhumpDi banawo re, aa pani gyan’tan
ghanti tanun na tara, gharman na pesun,
jhampe jhumpDi banawun re; aa pani gyan’tan
hathman chhe potalun ne bagalman chhokrun,
lidhi mahiyariyani wat re; aa pani gyan’tan
pahela manamne sasroji aaya,
walo wahuwaru gher re; aa pani gyan’tan
tamari te wali sasra, nahin walun re,
sasujina kaDwela bol re; aa pani gyan’yan
bija manamne jethji aaya,
walo wahuwaru gher re; aa pani gyan’tan
tamari te wali jethji, nahin walun re,
matana kaDwela bol re; aa pani gyan’tan
chhelle manamne paranyoji aaya,
walo gorande gher re, aa pani gyan’tan
paranyana hathman bewaD rashya re,
na chabkha lagawya be chaar re;
chabkhe pachha walyan re aa pani gyan’tan
aa pani gyan’ta ame wijal manya re,
rash na puge, maro ghaDulo na Dube;
kuwane kanthe wahanan wayan re ha pani gyan’tan
harta ne pharta chaar sadhuDa re aaya,
bai, amne jal pani paw re; aa pani gyan’tan
cheer phaDine mein to ghaDulo buDaDyo,
sadhuDanne jal pani payan re; aa pani gyan’tan
beDun bharine wahuwar gher re awyan,
sasuji puchhwa lagyan re; aa pani gyan’tan
rash na puge, maro ghaDulo na Dube,
kuwane kanthe wahanan wayan re; aa pani gyan’tan
ghanti tano to wahu gharman re peso,
jhampe jhumpDi banawo re, aa pani gyan’tan
ghanti tanun na tara, gharman na pesun,
jhampe jhumpDi banawun re; aa pani gyan’tan
hathman chhe potalun ne bagalman chhokrun,
lidhi mahiyariyani wat re; aa pani gyan’tan
pahela manamne sasroji aaya,
walo wahuwaru gher re; aa pani gyan’tan
tamari te wali sasra, nahin walun re,
sasujina kaDwela bol re; aa pani gyan’yan
bija manamne jethji aaya,
walo wahuwaru gher re; aa pani gyan’tan
tamari te wali jethji, nahin walun re,
matana kaDwela bol re; aa pani gyan’tan
chhelle manamne paranyoji aaya,
walo gorande gher re, aa pani gyan’tan
paranyana hathman bewaD rashya re,
na chabkha lagawya be chaar re;
chabkhe pachha walyan re aa pani gyan’tan



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 143)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968