mor! mor! kyan thaine jaish! - Lokgeeto | RekhtaGujarati

મોર! મોર! ક્યાં થઈને જઈશ!

mor! mor! kyan thaine jaish!

મોર! મોર! ક્યાં થઈને જઈશ!

મોર! મોર! ક્યાં થઈને જઈશ!

કળાયેલ મોરલો રે!

ધીરૂભાઈનું ઘર ઠેકી જઈશ!

કળાયેલ મોરલો રે!

ઘર પાછળ કાળુડો નાગ!

કળાયેલ મોરલો રે!

નાગ રોકી બેઠો છે માગ!

કળાયેલ મોરલો રે!

મારગ ઊડીને જઈશ!

કલાયેલ મોરલો રે!

ઘર પાછળ નદીનાં નવાણ!

કળાયેલ મોરલો રે!

વચમાંથી ચાલે છે વા’ણ!

કળાયેલ મોરલો રે!

વા’ણ હું તો ઠેકીને જઈશ!

કળાયેલ મોરલો રે!

ઘરની પાછળ કાંટાવાળી વાડ!

કળાયેલ મોરલો રે!

ઝાઝાં છે ઝાડી ને ઝાડ!

કળાયેલ મોરલો રે!

ઝાડ મારાં મેડી ને મો’લ!

કળાયેલ મોરલો રે!

એમાં બેઠી છે મારી ઢેલ!

કળાયેલ મોરલો રે!

ઢેલ મારી જોઈ રહી વાટ!

કળાયેલ મોરલો રે!

રહીશ ત્યાં દિવસ ને રાત!

કળાયેલ મોરલો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, કંચન જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968