હાલું ઉતાવરી
halun utawri
હેલ ભરી હાલું ઉતાવરી રે, હૈડે હરખ ન માય,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માન આવ્યાં તો ભલેં રે આવ્યાં, કે’ દીની જોતી’તી વાટ,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માનને ઉતારા ઓરડા રે, સાયબાને મેડીનો મોલ,
મારે ઘેર મે’માન આવ્યાં.
હેલ ભરી હાલું ઉતાવરી રે, હૈડે હરખ ન માય,
મારે ઘર મે’માન આવ્યાં;
મે’માન આવ્યાં તો ભલે રે આવ્યાં કે’ દીની જોતી’તી વાટ,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માનને દાતણ દાડમી રે, સાયબાને કણેરી કાંબ્ય,
મારે ઘેર મે’માન આવ્યાં.
હેલ ભરી હાલું ઉતાવરી રે, હૈડે હરખ ન માય,
મારે ઘેર મે’માન આવ્યાં.
મે’માન આવ્યાં તો ભલે રે આવ્યાં, કે’ દીની જોતી’તી વાટ,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માનને નાવણ કુંડિયો રે, સાયબાને નદીનાં નીર,
મારે ઘેર મે’માન આવ્યાં.
હેલ ભરી હાલું ઉતાવરી રે, હૈડે હરખ ન માય,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માન આવ્યાં તો ભલેં રે આવ્યાં, કે દીની જોતી’તી વાટ,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માનને ભોજન લાપસી રે, સાયબાને કઢિયેલાં દૂધ,
મારે ઘેર મે’માન આવ્યાં.
હેલ ભરી હાલું ઉતાવરી રે, હૈડે હરખ ન માય,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માન આવ્યાં તો ભલેં રે આવ્યાં, કે દીની જોતી’તી વાટ,
મારે ઘેર મે’માન આવ્યાં;
મે’માનને મુખવાસ એલચી રે, સાયબાને પાન પચાસ
મારે ઘેર મે’માન આવ્યાં.
hel bhari halun utawri re, haiDe harakh na may,
mare gher mae’man awyan;
mae’man awyan to bhalen re awyan, ke’ dini joti’ti wat,
mare gher mae’man awyan;
mae’manne utara orDa re, saybane meDino mol,
mare gher mae’man awyan

mare ghar mae’man awyan;
mae’man awyan to bhale re awyan ke’ dini joti’ti wat,
mare gher mae’man awyan;
mae’manne datan daDmi re, saybane kaneri kambya,

mae’man awyan to bhale re awyan, ke’ dini joti’ti wat,
mare gher mae’man awyan;
mae’manne nawan kunDiyo re, saybane nadinan neer,

mae’man awyan to bhalen re awyan, ke dini joti’ti wat,
mare gher mae’man awyan;
mae’manne bhojan lapasi re, saybane kaDhiyelan doodh,

mae’manne mukhwas elchi re, saybane pan pachas

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968