ઢોલ નગારાં વાગે
Dhol nagaran wage
ઢોલ નગારાં ને ઝાલર વાગે,
વાગે છે શરણાઈ વાજાં રે;
હાલો જોવાને જાયેં,
દ્વારકામાં રણછોડરાય ડેરાં ચણાવે,
ધરમની ધજા બંધાવે રે;
હાલો જોવાને જાયેં.
ઢોલ નગારાં ને ઝાલર ને ઝાલર વાગે,
વાગે છે શરણાઈ વાજાં રે;
હાલો જોવાને જાયેં.
માધવપુરમાં માધવરાય ડેરાં ચણાવે,
ધરમની ધજા બંધાવે રે;
હાલો જોવાને જોયેં.
ઢોલ નગારાં ને ઝાલર વાગે,
વાગે છે શરણાઈ વાજાં રે;
હાલો જોવાને જાયેં.
બેટડામાં વિઠ્ઠલરાય ડેરાં ચણાવે,
ધરમની ધજા બંધાવે રે;
હાલો જોવાને જાયેં.
ઢોલ નગારાં ને ઝાલર વાગે,
વાગે છે શરણાઈ વાજાં રે;
હાલો જોવાને જાયેં.
બીલેશ્વરમાં બીલનાથ ડેરાં ચણાવે,
ધરમની ધજા બંધાવે રે;
હાલો જોવાને જાયેં.
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen,
dwarkaman ranchhoDray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen
Dhol nagaran ne jhalar ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
madhawapurman madhawray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane joyen
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
betDaman withthalray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
bileshwarman bilnath Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen,
dwarkaman ranchhoDray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen
Dhol nagaran ne jhalar ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
madhawapurman madhawray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane joyen
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
betDaman withthalray Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen
Dhol nagaran ne jhalar wage,
wage chhe sharnai wajan re;
halo jowane jayen
bileshwarman bilnath Deran chanawe,
dharamni dhaja bandhawe re;
halo jowane jayen



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968