charnamrit - Lokgeeto | RekhtaGujarati

ચરણામૃત

charnamrit

ચરણામૃત

હાથમાં ડમરૂ ત્રિશુળ બીરાજે, આવ્યા સદાશીવ ગોકુળમાં;

રંગભવનમાં બેઠાં જશોદા, અવાજ સુણ્યા એના કાનુમાં.

ચારેય ખૂણે સોનાં રૂપાં, લ્યો બાવાજી તમે ઝોળીમાં;

અમે રે જોગી બાવા જંગલનાં, રે’વું અમારે અંકાશુમાં

અમે આવ્યા છી તારા બાલકનાં, દરશન કરવા ગોકુલમાં;

સોના રૂપાને અમે શું કરીયે? લઈ જાવ તમારા ઘરડામાં.

અમારો બાલક કાલ જનમિયા, નજરૂં લાગે એને સખિયુંની;

એટલું કીધું ને માત સમજી ગ્યાં, તેડી લીધા કૃષ્ણને બાથુમાં.

સામ સામી જ્યાં નજર લાગી, શીશી નમાવ્યાં શંકરજી;

પાહોલા ધોઈ ચરણામૃત લીધું, અમર રહે તારી કાયાજી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968