tarnetarno melo - Lokgeeto | RekhtaGujarati

તરણેતરનો મેળો

tarnetarno melo

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો, મોતીડો ગેંડાની ઢાલ.

એકલો મેળે હાલ્યો, મોતીડો ગેંડાની ઢાલ.

બબ્બે તે બાયડીવાળો, મોતીડો ગેંડાની ઢાલ.

હાથમાં તે નેતર સોટી, મોતીડો ગેંડાની ઢાલ.

આંખમાં તે આંજણ આંજ્યાં, મોતીડો ગેંડાની ઢાલ.

બબ્બે તે છોગલાં મેલ્યાં, મોતીડો ગેંડાની ઢાલ.

કેડમાં તે છરીયું ઘાલી, મોતીડો ગેંડાની ઢાલ.

રૂપિયાના લાડવા લીધા, મોતીડો ગેંડાની ઢાલ.

મણચીની હાર્યે બેઠો, મોતીડો ગેંડાની ઢાલ.

પાળે બેહીને ટટકાવ્યા, મોતીડો ગેંડાની ઢાલ.

તરણેતરનો મેળો, મોતીડો ગે’ડાની ઢાલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 119)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966