samo wanwa gaili re - Lokgeeto | RekhtaGujarati

સામો વણવા ગઈલી રે

samo wanwa gaili re

સામો વણવા ગઈલી રે

સામો વણવા ગઈલી રે ગજરી ગકુળની રે.

શેર સામો લાવી રે ગજરી ગકુળની રે.

જેઠની ઘંટીએ દળિયો ગજરી ગકુળની રે.

લાડુ વારીઆ સાત ગજરી ગકુળની રે.

હાલતાં ચાલતાં ખાધા રે ગુજરી ગોકુળની રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966