pachhite pawa wajya - Lokgeeto | RekhtaGujarati

પછીતે પાવા વાજ્યા

pachhite pawa wajya

પછીતે પાવા વાજ્યા

પછીતે પાવા વાજ્યા જીવુડી, પછીતે પાવા વાજ્યા;

મારા હીયાને હરનારી, જીવુ તું કાંઠાની કુવેલડી.

પ્રીત્યુના પાવા વાજ્યા જીવુડી, પ્રીત્યુના પાવા વાજ્યા;

સુતી જીવુ તું જાગ્યે, જીવુ તું કાંઠાની કુવેલડી.

માયા રે નોતી કરવી જીવુડી, માયા નોતી કરવી

મારા મનડાની માનેલી, જીવુ તું કાંઠાની કુવેલડી.

ચ્યાંરે લગણ જોઉ વાટ્યું જીવુડી, ચ્યાંરે લગણ જોઉ વાટ્યું.

મારી આસ્યુંમાં આંજેલી, જીવું તું કાંઠાની કુવેલડી.

વગડો વેઠી વેઠી જીવું જીવુડી, વગડો વેઠી વેઠી જીવું.

મારી ભવે ભવની ભેરૂ, જીવુ તું કાંઠાની કુવેલડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 112)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966