mahiyari - Lokgeeto | RekhtaGujarati

મહિયારી

mahiyari

મહિયારી

હલી મૈયારી પાણી ભરવા ચાલી રે, સંદર શામળિયા

હલો કાંનુડો બાંઈણે દબાયો રે, સંદર શામળિયા

બાંઈણું ઊઘડી ઘરમેં પેઠો રે, સંદર શામળિયા

આડું ભાળ્યું ને ઊંચું જોયું રે, સંદર શામળિયા

મૂવો કાનુડો સીંકલે દબાયો રે, સંદર શામળિયા

દઈં ખાધાં ને ઘણાં ઢોઈળાં રે, સંદર શામળિયા

હલી મૈયારી પાંણી ફરી આઈવી રે, સંદર શામળિયા

હલું માળલે બેડલું ઊતાઈરું રે, સંદર શામળિયા

બેઙું ઊતારી આડું’વળું ભાઈળું રે, સંદર શામળિયા

મારાં દીધાં બાઈણાં ઊઘેઈળાં રે, સંદર શામળિયા

એણે આડું ભાઈળું ને ઊંચુ ભાઈળાં રે, સંદર શામળિયા

હલો કાંનુડે સીંકલે દબાયો રે, સંદર શામળિયા

ધાવ ધાવ ’લા ગામના લોકો રે, સંદર શામળિયા

મારા ઘરમાં પૂતૈકળાં જાઈગાં રે, સંદર શામળિયા

દઈં ખાધાં થોડાં ને ઘણાં ઢોઈળાં રે, સંદર શામળિયા

લાવો લાવો નાડી ને લાવો રાશ રે, સંદર શામળિયા

હલા કાંનુડાને બાંધો તાણી રે, સંદર શામળિયા

મને શીદ મારો ને શીદ કૂટો રે, સંદર શામળિયા

હું તો આજે ખાં’હી ને કાલે પાછો રે, સંદર શામળિયા

હું તો આજે ખાધાં ને કાલે ખાં’હી રે, સંદર શામળિયા

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 244)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966