liliki sajayan pili mathe - Lokgeeto | RekhtaGujarati

લીલીકી સજાયાં પીળી માથે

liliki sajayan pili mathe

લીલીકી સજાયાં પીળી માથે

લીલીકી સજાયાં પીળી માથે મોંડો રે,

પીળી મ્હારી પાતળી, પાણીરો રેલો રે;

જાણું લડવાને.

ઢાલ ને તરવારાં મારી બક્તરવારાં દેજો રે,

કાકાદીરા હાથરો કટારો દીજો રે;

જાણું લડવાને.

પેલુડો ભાલોડ મારી રોઝી ગોડી ઝીલ્યો રે,

બીજો રે ભાલોડ મંડલે દાંતા વચે ઝીલ્યો રે;

જાણું લડવાને.

તીજો રે ભાલોડ મંડલે હથાળીમોં ઝીલ્યો રે,

ચોથે રે ભાલોડ મંડલે રામ કીધા રે;

મંડલો મારિયો.

મેલે બેઠી રોણિયાં ઝરૂખે બેઠી રોવે રે,

ધરતી રો ખુણો ખાલી વેગ્યો રે;

મંડલો મારિયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 134)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966