કારા તે કારા કરસનજી
kara te kara karasanji
કારા તે કારા કરસનજી, ને ભગવાન ભીને વાન; વા’લા લાગોજી.
તેથી નાના ત્રીકમજી, ને રૂડાં તમારાં નામ; વા’લા લાગોજી.
વા’લા તે વા’લા વિઠલજી, ને હરિ હૈયાનો હાર; વા’લા લાગોજી.
ઉતારા દેશું ઓરડા, ને મેડી કેરા મોલ; વા’લા લાગોજી.
કારા તે કારા કરસનજી, ને ભગવાન ભીને વાન; વા’લા લાગોજી.
તેથી નાના ત્રીકમજી, ને રૂડાં તમારાં નામ; વા’લા લાગોજી.
દાતણ દેશું દાડમી, ને કણેરાની કાંબ્ય; વા’લા લાગોજી.
કારા તે કારા કરસનજી ને ભગવાન ભીને વાન; વાલા લાગોજી.
તેથી નાના ત્રીકમજી, ને રૂડાં તમારાં નામ; વા’લા લાગોજી.
નાવણ દેશું કુંડીયું, ને દેશું નદીયુંના નીર; વા’લા લાગોજી.
kara te kara karasanji, ne bhagwan bhine wan; wa’la lagoji
tethi nana trikamji, ne ruDan tamaran nam; wa’la lagoji
wa’la te wa’la withalji, ne hari haiyano haar; wa’la lagoji
utara deshun orDa, ne meDi kera mol; wa’la lagoji

datan deshun daDmi, ne kanerani kambya; wa’la lagoji
kara te kara karasanji ne bhagwan bhine wan; wala lagoji

nawan deshun kunDiyun, ne deshun nadiyunna neer; wa’la lagoji

(આ રીતે લંબાવીને વારાફરતી સુવાને પલંગ, ભોજનમાં કંસાર, હિંચવાને હિંડોળાખાટ વગેરે ગવાય છે.)
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 166)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966