hun to gai’ti kadambna jhaDe - Lokgeeto | RekhtaGujarati

હું તો ગઈ’તી કદંબના ઝાડે

hun to gai’ti kadambna jhaDe

હું તો ગઈ’તી કદંબના ઝાડે

હું તો ગઈ’તી કદંબના ઝાડે, કદંબનાં ફૂલ લેવા;

હું શું જાણું કો આવે પછવાડે, કદંબનાં ફૂલ લેવા.

હું તો વગડાની વાટે ચાલી, કદંબનાં ફૂલ લેવા;

આવ્યા જાણે વને વનમાળી, કદંબનાં ફૂલ લેવા.

મ્હેં તો મુખડું એનું ઝાંખ્યું, કદંબનાં ફૂલ લેવા;

એણે નેણલેથી નેહબાણ નાખ્યું, કદંબનાં ફૂલ લેવા.

મ્હેં તો લીધો કુંજનો કેડો, કદંબનાં ફૂલ લેવા;

એણે ઝાલ્યો મારો પાલવ છેડો, કદંબનાં ફૂલ લેવા.

હું તો ગઈ’તી ધરાને ઢાળે, કદંબનાં ફૂલ લેવા;

આવ્યા મારી દેહની ડાળે, કદંબનાં ફૂલ લેવા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 187)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966