dada de chhe kanyadan - Lokgeeto | RekhtaGujarati

દાદા દે છે કન્યાદાન

dada de chhe kanyadan

દાદા દે છે કન્યાદાન

જી રે, ચાંદો ને સૂરજ ઊગીને આથમ્યા,

રાણી રુક્મણી રમવા આવ્યાં, રાણાજીના મહેલમાં.

હું કેમ આવું રાણાજી એકલી?

હજુ છું રે બાળ કુંવારી, રાણાજીના રાજમાં.

જી રે રાણાજીએ લીલું નાળિયેર મોકલ્યું,

આપણે ભેળુડી કરીએ સગાઈ, રાણાજીના રાજમાં.

જી રે આભમાં રચાવ્યો વા’લે માંડવો,

ત્યાં કંઈ ધરતીનાં તોરણ બંધાય, રાણીજીના રાજમાં.

જી રે પરણે રાણો ને પરણે રુક્મણી,

ત્યાં કંઈ દાદા દે છે કન્યાદાન, રાણાજીના રાજમાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા મણકો -૫ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : ડૉ. મંજુલાલ ર. મજમુદાર, શ્રી બચુભાઈ રાવત, શ્રી મનુભાઈ જોધાણી, શ્રી દુલાભાઈ કાગ, શ્રી મેરુભા ગઢવી, શ્રી પુષ્કર ચંદરવાકર, શ્રી ચંદ્રકાન્ત વાઘેલા, શ્રી કનૈયાલાલ જોષી, શ્રી પ્રહ્લાદ પરીખ, સંપા. જોરાવરસિંહ ડી. જાદવ
  • પ્રકાશક : ગુજરાત રાજ્ય લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966