be paisano romal lidho - Lokgeeto | RekhtaGujarati

બે પૈસાનો રોમાલ લીધો

be paisano romal lidho

બે પૈસાનો રોમાલ લીધો

બે પૈસાનો રોમાલ લીધો, રેશમી રોમાલિયો રે.

સસરોજી આણે આયા, રેશમી રોમાલિયો રે.

એમની તે હાર્યે નૈં જઉં રે, રેશમી રોમાલિયો રે.

ગાડા જોડીને આયા કે, રેશમી રોમાલિયો રે.

બે પૈસાનો રોમાલ લીધો, રેશમી રોમાલિયો રે.

જેઠજી આણે આયા, રેશમી રોમાલિયો રે.

એમની તે હાર્યે નૈં જઉં રે, રેશમી રોમાલિયો રે.

માફો જોડીને જેઠજી આયા, રેશમી રોમાલિયો રે.

માફે બેહીને નૈં જઉં રે, રેશમી રોમાલિયો રે.

બે પૈસાનો રોમાલ લીધો, રેશમી રોમાલિયો રે.

પૈણોજી આણે આયા, રેશમી રોમાલિયો રે.

ઘોડલે ચડીને તો આયા, રેશમી રોમાલિયો રે.

વેલ્યું જોડીને તો આયા, રેશમી રોમાલિયો રે.

વેલ્યું જોડીને અમે જાહું, રેશમી રોમાલિયો રે.

રુહણાંની રીહ ભૂલી જાહું, રેશમી રોમાલિયો રે.

બે પૈસાનો રોમાલ લીધો, રેશમી રોમાલિયો રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 273)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966