tulsi rope chhe warmal - Lokgeeto | RekhtaGujarati

તુળસી રોપે છે વરમાળ.

tulsi rope chhe warmal

તુળસી રોપે છે વરમાળ.

પડવે પહેલો તમ અવતાર રમવા નિસર્યા રે લોલ.

બીજે બાળક બેઠું બહાર, મેં સમજાવ્યું રે લોલ.

ત્રીજે ત્રણ ભૂવનનો નાથ, તાળી પાડો ટાચકા રે લોલ.

ચોથે છોગાળા ભગવાન, કે મારે મો’લ આવજો રે લોલ.

પાંચમે માર્યો હરણાકંસ, કે એક માર્યો મૃગલો રે લોલ.

છઠ્ઠે તેડાવો જોષી કે જોષ જોવડાવો રે લોલ.

ભાઈ જોષીડા વીરા સારા સારા તું જોજે જોષ.

કે લગ્ન કે દિવસના આવશે રે લોલ.

આવશે અગિયારસને સોમવાર કે વિવાહ આવ્યા ઢૂંકડા રે લોલ.

આવી રૂડી અંધારી રાત કે અજવાળા ક્યાંથી પડે રે લોલ.

દુવારકામાં પોંખાય રણછોડરાય કે અજવાળા ત્યાં પડે રે લોલ.

તુલસી રોપે છે વરમાળ કે બ્રહ્મા વેદ ભણે રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964